છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદને કારણે દરેક ખેડૂત ખૂબ જ પ્રફૂલ્લિત છે. ત્યારે ગાઢ જંગલોથી અને પર્વત માળાઓથી સુસજ્જ છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ જગ્યા પર અહલાદક દ્રશ્યો જોવા મળ્યાં હતા. જેનાથી પ્રજામાં ભારે આનંદની લાગણી છે પાવીજેતપુરના સુખીડેમ વિસ્તારના તથા છોટાઉદેપુર વાઘ સ્થળ જંગલના પ્રાકૃતિક દ્રશ્યોમાં ખરેખર કુદરતે જમીન પર એક લીલી ચાદર ઓઢાડી દીધી હોય અને જંગલમાં મોર ટહુકા કરતો સંભળાતો હોય તેવા સમયે એક અલગ પ્રકારનો નયનરમ્ય નજારો અને ખુશનુમાં માહોલના દર્શન થાય છે.થોડા દિવસો પહેલા ભારે ગરમી અને ઉકળાટનો અનુભવ પ્રજાએ કર્યો હતો. ત્યારે હવે અચાનક મેઘમહેરથી ચોમાસુ માહોલ સર્જાતા સમગ્ર વિસ્તારમાં એક લીલોતરી જોવા મળે છે.
