ગોલાગામડી : સંખેડાની ડી.બી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ સ્વતંત્રદિનની ઉજવણી ખૂબ ઉત્સાહ પૂર્વક કરાઇ હતી. આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ ન્યાય અને અધિકારીતા રાજ્યકક્ષાના મંત્રી ડો.મનીષાબેન વકીલ દ્વારા રાષ્ટ્ર ધ્વજને સલામી અપાઇ હતી. તેઓએ વિવિધ સરકારી કલ્યાણકારી યોજના વિશે લોકોને અવગત કર્યા હતા. વિવિધ શાળાના વિધાર્થી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં સંખેડા ડી બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીનો પ્રથમ ક્રમાંક આવતા તેઓને ટ્રોફી અપાઇ હતી.સન્માન સમારોહમાં વિવિધ ક્ષેત્રેસિદ્ધિ મેળવનારા લોકોનું સન્માન કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો