વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો રદ કરવાના હુકમ પર પુનઃવિચારણા કરી હુકમને પરત ખેંચવા કલેકટરને આવેદન પત્ર અપાયું હતું. અને કોલી, ઢેબરીયા કોલી, રાઠવા કોળી, બારીયા કોલી, જાતિને બક્ષીપંચની યાદીમાંથી દૂર કરવા માંગ તથા તા. 4-8-22ના પરિપત્ર મુજબ કાર્યવાહી કરવા આવેદન પત્રમાં માંગ કરાઇ છે.
છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો રદ કરવા વિશ્લેષણ સમિતિ દ્વારા હુકમ કરાયો છે. જે મુદ્દે સમાજમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. જિલ્લામાં 90 ટકા આદિવાસી વસતા હોય અને સમાજ મોટો હોય ત્યારે આ મંજુલાબેન કોલીનો દાખલો રદ કરવાના હુકમથી સમગ્ર પંથકમાં ચર્ચા છે. આવેદનપત્રમાં પૂર્વપટ્ટીનો ઇતિહાસ જોઈએ તો, 1950 સુધી ગાયકવાડી સરકાર વખતે છોટાઉદેપુર એ3 અલગ સ્ટેટ હતું. તે સમયે હાલના કવાંટ, છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં વસવાટ કરતી આદિવાસી પ્રજા કોળી તરીકે ઓળખાતી હતી. જેના પુરાવા છોટાઉદેપુર સ્ટેટના જમીન મહેસુલ રેકોર્ડ પરથી મળી આવે છે. તથા 1901, 1902, 1909, 1910, 1919 અને 1920ના વાર્ષિ3 વહીવટી અહેવાલો પણ કોળી જાતિના આદિવાસી તરીકે ગણવામાં આવે છે. આ સાથે કુલ આદિવાસી સંસ્કૃતિ અને ઓળખને લગતા 11 જેટલા મુદ્દા પર આવેદનપત્ર અપાયું હતું.
