નસવાડી : નસવાડી તાલુકા માટે ગૌરવની ક્ષણ સર્જતા, નસવાડી ખાતે હાઇસકૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ પટેલના પુત્ર ક્રિશેરાષ્ટ્રીય કક્ષાએ પોતાની રમતગમતની પ્રતિભાનો ડંકો વગાડયો છે. પંજાબના તલવાડા ખાતે તા. 10 થી 12 જુલાઈ, 2026 દરમિયાન યોજાયેલી 4મી જુનિયર નેશનલ ગોલ શોટ બોલ ચેમ્પિયનશિપ (2026-27)માં ગુજરાતની ટીમ તરફ્થી રમતા ક્રિશે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના ઉત્કૃષ્ટ રમત પ્રદર્શનના બળે ગુજરાતની ટીમે દેશની શ્રોષ્ઠ ટોપ-8 ટીમોમાં સ્થાન મેળવ્યું હતું. ક્રિશે નસવાડી તાલુકાની સંતાબા ભરતસિંહ સોલંકી વિદ્યામંદિરમાં અભ્યાસ કર્યો હતો અને હાલમાં પારૂલ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરે છે. ક્રિશની સફ્ળતા પાછળ સ્થાનિક કોચ વિજય વસાવાનું માર્ગદર્શન તેમજ પરિવારનો સતત સહયોગ મહત્વપૂર્ણ રહ્યો હોવાનું જણાવાયું છે.
