નસવાડી : સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી બાદ નસવાડી તાલુકા પંચાયતની ચૂંટાયેલ પાંખની પ્રથમ સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મુખ્ય એજન્ડા તરીકે કારોબારી સમિતિ તથા સામાજિક ન્યાય સમિતિની રચના અંગે ચર્ચા કરાઇ હતી. કારોબારી સમિતિમાં કુલ 9 સભ્યનો સમાવેશ કરાયો હતો. જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં પાંચ સભ્યોની નિમણૂક કરાઇ હતી. આગામી સમયમાં બંને સમિતિઓની અલગથી બેઠક યોજાશે. જેમાં સમિતિના સભ્યો દ્વારા ચેરમેનની પસંદગી બાદ વિવિધ વિકાસલક્ષી અને જનહિતના કાર્યોને અસરકારક રીતે આગળ ધપાવવા આયોજન કરાશે.

Sutrapada-Gir Somnath : હનુમાન મઢી પાછળ ચાલતો હતો કાળો કારોબાર, 16 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો









