નસવાડી તાલુકાના કડવાં ગામ નજી3 કેનાલની બાજુમાં આવેલા માર્ગ પર રાત્રિના સમયે એ3 મહાકાય મગર રોડ પર આવી ચડતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાનો વીડિયો પેટ્રોલિંગમાં ફરતી પોલીસે સોશિયલ મીડિયામાં સતર્કતાના ભાગરૂપે વાઇરલ કર્યો હતો. રાત્રિના સમયે કડવાં કેનાલ રોડ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રસ્તાની વચ્ચોવચ્ચ એ3 વિશાળ મગર દેખાયો હતો. પોલીસે વાહન રોકીને ઘટનાનો વીડિયો ઉતારીને જનસુરક્ષાના ભાગરૂપે વાઇરલ કર્યો હતો. મગર થોડા સમય બાદ મગર ધીમે ધીમે રોડ પાર કરીને કેનાલ તરફ્ ચાલ્યો ગયો હતો. ચોમાસાની ઋતુમાં કેનાલ, નદી અને અન્ય જળાશયોમાં પાણીનું સ્તર વધતાં મગરો બહાર નીકળવાની ઘટના બને છે. તેથી ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના ગામલોકોને સાવચેતી રાખવા પોલીસે અપીલ કરી છે. અને જો મગર દેખાય તો તાત્કાલિ3 વન વિભાગને જાણ કરવા જણાવાયું છે.