છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામમાં MGVCLની બેદરકારીનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે. ગામના ખેતરમાં વીજ થાંભલો જોખમી રીતે વાંકો વળી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઇ નથી.

અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિ3 ગ્રામજનોએ સ્વ-ખર્ચે થાંભલાને લાકડાનો ટેકો મૂકવાની ફરજ પડી છે. જો વરસાદ, પવન અથવા અન્ય કારણસર થાંભલો ધરાશાયી થાય તો ગંભીર જાનહાનિ થવાની દહેશત ગ્રામજનોમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 22 દિવસ પહેલાં આ જ ઓડ ગામમાં કરંટ લાગવાથી એ3 નિર્દોષ બાળકનું કરુણ મોત થયું હતું. તે દુર્ઘટનાની યાદ હજુ તાજી છે, છતાં MGVCL દ્વારા જોખમી વીજ માળખાનું સમયસર સમારકામ ન કરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે, એ3 પછી એ3 જોખમી પરિસ્થિતિ ઉભી થવા છતાં જવાબદાર અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યાં છે ? શું MGVCL કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ? સ્થાનિક લોકોએ MGVCLના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિ3 સ્થળની મુલાકાત લઈ જોખમી થાંભલો બદલી સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.