બોડેલી નગરમાં આજે સતત પાંચમાં વર્ષે અષાઢી બીજના પાવન પર્વે પ્રભુ જગન્નાથજી બોડેલી અલીપુરા અને ઢોકળીયાના રાજમાર્ગો પર ફરી નગર ચર્યાએ નીકળ્યાં હતા. ત્યારે ઢોકળીયા ગરબીચોક ખાતે નગરના 21 અગ્રણી દ્વારા જગન્નાથજી પ્રભુની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ સાથે પૂજા અર્ચના આરતી કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે બોડેલી BAPS સંસ્થાના સંતો મુળધર કબીર મંદિરના મહંત નરેશદાસ મહારાજ સાથે MLA અભયસિંહ તડવી, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા મહામંત્રી પુષ્કર પટેલ બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશ રાઠવા સહિત નગર પાલિકાના સદસ્યો જિલ્લા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને બોડેલી નગરના આગ્રણીઓ દ્વારા પહિંદવિધી સાથે ભગવાન જગન્નાથજીને ભવ્ય પ્રસ્થાન કરાવાયું હતું. જે પ્રસંગે વાતાવરણ જય જગન્નાથ જય રણછોડના ભક્તિના નાદથી ગુંજી ઉઠયું હતું. નગરચર્યાએ નીકળેલ ભ્રાતા બલરામ, ભગિની સુભદ્રા ભગવાન જગન્નાથજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.

ભક્તોને મગ, જાંબુ, દાડમ અને શીરો સાથે સાકર વગેરના પ્રસાદનું વિતરણ કરાયું હતું. ઢોકલીયા ગરબીચોકથી બહેન સુભદ્રાજી ,ભાઈ બલરામ અને ભગવાન જગન્નાથજી ને ફૂલો થી શણગારેલા રથ માં બિરાજી ઢોકલીયા ગરબીચોકથી નગર ચર્યા સ્વરૂપે રથયાત્રા પ્રસ્થાન થતા સમસ્ત હિન્દુ સમાજે પોતાની દુકાનો બંધ રાખી મોટી સંખ્યામા ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રામાં બેન્ડવાજા, ડીજે, નાસિક ઢોલ-તાસાના તાલ, શહેનાઈ, બરેલી ના પ્રખ્યાત કલાકારો દ્વારા નૃત્ય, વિવિધ ઝાંખી, વેશભૂષા, ફયર-શો સહીતની વિવિધ ભગવાનની ઝાંખીનું આકર્ષણ જોવા મળ્યું હતું. સમગ્ર રથયાત્રાના માર્ગ ઉપર ભક્તોનો મહેરામણ ઊમટયો હતો. ભક્તો દ્વારા ઠંડા પીણા, પ્રસાદની સહીતની વ્યવસ્થાઓ પણ કરાઇ હતી. સમાજ અને સંગઠનો દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરાયું હતું. રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર ' મંદિરમાં કોણ છે રાજા રણછોડ છેના ગગન ભેદી નાદ સાથે ભક્તો ઝુમી ઉઠયા હતા. બોડેલી નગર જય જગન્નાથના રંગમાં રંગાયું હતું. નગરના મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી પ્રસાદ રૂપિ બિસ્કીટનું વિતરણ કરાયું હતું. જે પ્રસંગે બોડેલી નગરમાં કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ જોવા મળ્યું હતું બોડેલી રથયાત્રા દરમિયાનDySp,LCB,PI. તેમજ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડઝ જવાનૉ ખડેપગે રહ્યા હતા.