જબુગામ : આજરોજ તા.10મી ઓગસ્ટના દિવસે બોડેલી તાલુકાના મુલધર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે વિવિધ પ્રકારના કૃમિના ચેપથી બાળકોમાં એનેમિયા, કુપોષણ, ભૂખ ન લાગવી, વજન ઘટવું, પેટનો દુઃખાવો તેમજ શારીરિક સમસ્યા થઈ શકે છે. બાળકોને ક્ષ્આલ્બેન્ડાનઝોલખ્ની ગોળી અપાઇ હતી. 1થી 19 વર્ષના તમામ બાળકોને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાયા હતા. બાળકોને વ્યક્તિગત સ્વછતા તેમજ હાથ ધોવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના શિક્ષક જીતુભાઈએ જણાવ્યું હતુ કે શાળાના દરેક બાળકોને કૃમિની ગોળી અપાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો