ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં યોજાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ભીલપુર ગ્રુપની અછાલા શ્રોષ્ઠ પ્રાથમિક શાળા ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટરનું શાળા પરિવાર,SMC, ગ્રામજનો, બાળકો વાલીઓ દ્વારા પુષ્પવર્ષા કરીઢોલ શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું.
મુખ્ય મહેમાન છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ઉપસ્થિતિમાં અછાલા શ્રોષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકા, ધો.1માં મળી નવપ્રવેશિત કુલ 14 અને ભીલપુર ગ્રુપ શાળામાં કુલ 11ને શૈક્ષણિક કીટ, પાઠય પુસ્તકો અને તિલક કરી કુમકુમથી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
શૈક્ષણિક કીટ નોટબુક, વાર્તા પુસ્તિકા, સહિત જેટલી શૈક્ષણિક સામગ્રી અપાઇ હતી. જેની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી થઈ. એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ સમગ્રકાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બાળકો દ્વારા બેટી બચાવો, વૃક્ષારોપણ પર વક્તવ્ય આપ્યું હતું. ગત વર્ષમાં CET, NMMS, જ્ઞાનસાધના માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ, ધો.3થી 8માં પ્રથમ ત્રણ ક્રમે આવનાર તેમજ 100% હાજરી ધરાવતા બાળકો, દાતાઓનું કલેક્ટર દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે કલેક્ટરે શાળા પરિસરની મુલાકાત લીધી હતી. શાળા કેમ્પસમાં કલેકટર દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ બાળકો દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત છોડ રોપાયા હતા. SMC સભ્યો સાથે બેઠક કરી શાળા વિકાસ અંગે ચર્ચા કરી. SMC સભ્યોએ શિક્ષકોની મહેનત અને નિયમિતતાની પ્રશંસા કરી હતી. શાળાના આચાર્ય સહિતના મહાનુભાવ ઉપસ્થિ રહ્યાં હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો