નસવાડી : નસવાડી કન્યા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે બી એમ પટેલ IAS રીજનલ કમિશનર ઓફ્ મ્યુન્સિપાલિટી ગાંધીનગર અને ભાવિક બરજોડ ચીફ્ ઓફ્સિર છોટાઉદેપુર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજવળ ભવિષ્ય માટે પ્રેરણાદાય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં અર્જુનભાઈ CRC પાલા નસવાડી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ ઉષાબેન સોલંકીના નેતૃત્વમાં નવા વિદ્યાર્થીઓનું તિલક શૈક્ષણિક કિટથી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીના સન્માન બાદ વૃક્ષારોપણ કરાયું હતું.

Gujarat Police Bharti Update: PSI ભરતીને લઈ મોટા સમાચાર, 28 જૂને બિન હથિયારી PSI વર્ગ-2 ની લેખિત પરીક્ષા









