છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડૉ. આંબેડકર ભવન ખાતે યોજાયેલ ગ્રાન્ટ-ઇન-એડ માધ્યમિક તથા ઉ. મા. શાળાઓના આચાર્યોની બેઠક દરમિયાન વર્ષ-2021માં ભરતી થયેલા શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારમાં સમાવવાના આદેશોનું વિતરણ કરાયું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. પરમાર દ્વારા જિલ્લાના કુલ 30 શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારના આદેશપત્રો એનાયત કરાયા હતા. તેમાં નસવાડી તાલુકાના કુલ 10 શિક્ષકોનો સમાવેશ થતાં આનંદની લાગણી પ્રસરી હતી. નસવાડીની એસ.બી. સોલંકી વિદ્યામંદિરના એસ.એસ. વસાવા, એચ.એમ. લુહાર, ટી.જે. ગોહિલ, એસ.એન. ચૌધરી, એન.એલ. ચૌધરી અને એમ.એમ. નાયક, ગઢબોરીયાદ હાઈસ્કૂલના વાય.કે. રાઠવા અને એન.ડી. પટેલ તેમજ તણખલા હાઈસ્કૂલના એમ.ટી. ગાયકવાડ અને ટી.એસ. રાઠોડને પૂર્ણ પગારના આદેશો પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગે ડીઇઓ દ્વારા શૈક્ષણિક અને વહીવટી કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષણ સહાયકે ઉપસ્થિત રહ્યા હતા.