પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફ્ળ અને લોક કલ્યાણકારી સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે એક પેડ મા કે નામ અભિયાનથી પ્રેરિત છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા વિશેષ પર્યાવરણીય મહાઅભિયાન હાથ ધરાયું છે. જિલ્લામાં સુશાસનના 12 વર્ષ, 12 લાખ વૃક્ષોના સંકલ્પ સાથે હરિયાળું છોટાઉદેપુર અભિયાનનો પ્રારંભ સાંસદ જશુભાઇ રાઠવા અને મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા કરાયો હતો. મંત્રીએ વાઘસ્થળ ખાતે વૃક્ષારોપણ કરીને આ લોક અભિયાનને ખુલ્લું મૂક્યું હતું. જેના પ્રથમ જ દિવસે સમગ્ર જિલ્લામાં એકસાથે 1.20 લાખથી વધુ રોપાનું વ્યાપક વાવેતર કરીને હરિયાળી ક્રાંતિના મંડાણ કરાયા છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં વિકાસની નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. ર્જેને પર્યાવરણના જતન સાથે યાદગાર બનાવવા વન વિભાગના સહયોગથી સમગ્ર વર્ષ દરમિયાન કુલ 12 લાખ વૃક્ષોના વાવેતર અને ઉછેરનું સુદ્રઢ આયોજન કરાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃક્ષારોપણ માટે માત્ર વાવેતર જ નહીં, પરંતુ તેના સંપૂર્ણ ઉછેર માટે PPS મોડેલ પર વિશેષ ભાર મૂકાયો છે. સ્થાનિક પર્યાવરણને મહત્તમ લાભ મળે તે હેતુથી ભારતીય પ્રજાતિ જેમકે લીમડો, વડ, પીપળો, અર્જુન, આંબો, જામુન, ગરમાળો, કરંજ, વાંસ અને બોર જેવા રોપાને પ્રાથમિકતા અપાઇ છે. વૃક્ષોનો સર્વાઈવલ રેટ 90 ટકાથી વધુ હાંસલ કરવા 3, 6 અને 12 માસના અંતરે વિશિષ્ટ સર્વાઈવલ ઓડિટ કરાશે.

Gandhinagar News: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માણસા ખાતે કરાશે









