નસવાડી : નસવાડી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત સ્ત્રી નસબંધી કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં કુલ 6 મહિલાઓની સફ્ળતાપૂર્વક સ્ત્રી નસબંધી કરાઇ હતી. સમગ્ર પ્રક્રિયા અનુભવી તબીબો અને આરોગ્ય વિભાગની ટીમની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે પૂર્ણ કરાઇ હતી. કેમ્પમાં લાભાર્થી મહિલાઓને પરિવાર નિયોજનના વિવિધ વિકલ્પો, માતા અને બાળકના આરોગ્યનું મહત્વ, જન્મ વચ્ચે યોગ્ય અંતર રાખવાના લાભો તેમજ નાના અને સુખી પરિવારના મહત્વ અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. કેમ્પમાં તાલુકા આરોગ્ય વિભાગ, તબીબો, નર્સિંગ સ્ટાફ્, આશા કાર્યકરો, ANM અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસો કર્યા હતા. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતા અને બાળકના આરોગ્યમાં સુધારો લાવવાનો, આયોજિત પરિવારને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં પરિવાર નિયોજન અંગે જાગૃતિ વધારવાનો છે.
