વરસાદના વિરામ પછી પણ સંખેડા નગરના કેટલાક રસ્તા પર પડેલ ખાંડામાં વરસાદી પાણી ભરાઈ રહે છે. જ્યારે કેટલીક જગ્યાએ ગંદકીના ઢગલાને લઇ મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોય આ બાબતે આરોગ્ય વિભાગ યોગ્ય કામગીરી હાથ ધરવી જરૂરી છે. સંખેડા નગરના કેટલાક વિસ્તારમાં આરસીસીના નવિન રસ્તા બન્યાં છે તો, ઘણા ફ્ળિયામાં હજુ રોડ બનાવવાના બાકી છે. ત્યારે આ સ્થિતિમાં ખખડધજ બનેલા રસ્તા ઉપર ખાડામાં વરસાદી પાણી ભરાવાથી ગંદકી સાથે માખો અને મચ્છરનો ઉપદ્રવ વધે છે. હાલ ચાંદીપુરા વાઇરસને લઇ અનેક જિલ્લામાં આરોગ્ય અને સ્થાનિક વહીવટી તંત્ર જાગૃત છે. ત્યારે સંખેડા નગરમાં સૂરજદાદાની અવર-જવર વચ્ચે વાદળછાયુ વાતાવરણ બની રહેતા માખો અને મચ્છરોનો ઉપદ્રવ દિનપ્રતિદિન વધ્યો છે. જેથી સંખેડા નગર સહિત તાલુકામાં રોગચાળો ફાટી નિકળવાની દહેશતને લઇ દવાનો છંટકાવ કરવો જરૂરી બન્યો છે. અન્યથા નગર સહિત તાલુકામાં રોગચાળો વકરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો