નસવાડી ખાતે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા નાના બાળકોને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણના મહાપર્વની ઉજવણી કરાઇહતી. જેમાં અમરોલી પ્રાથમિક શાળા, અમરોલી માધ્યમિક શાળા તથા રાયપુર આશ્રામ શાળાના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરી તેમનું શાળામાં સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ભેટરૂપે સમગ્ર વિસ્તારમાં રૂા.10 કરોડના ખર્ચે કુલ 52 નવા વર્ગખંડોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ અમરોલી ગામે રૂા.2.94 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ કન્યા હોસ્ટેલ બાંધકામનું ભૂમિપૂજન પણ કરાયું હતું. આ નવી હોસ્ટેલ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે.










