સંખેડા હાંડોદ માર્ગ ઉપર જંગલ ખાતાની ઓફ્સિ પાસે અંડર ગ્રાઉન્ડ પાણીની પાઇપ લાઇનમાં ઘણા સમયથી લીકેજ થતા પાણી માર્ગ ઉપર રેલાઈ રહ્યાં છે. જેથી આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે
સંખેડા હાંડોદ માર્ગ ઉપર જંગલ ખાતાની ઓફ્સિ પાસે અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપ લાઇનમાં ઘણા સમયથી લીકેજ થતાં પાણી માર્ગ ઉપર રેલાઈ રહ્યાં છે. આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને દુર્ઘટનાનો ભય સતાવે છે. સંખેડા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે કોઈ ઉચિત કાર્યવાહી હાથ ન ધરાતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળે છે. ગ્રામ પંચાયત દ્વારા માર્ગ ઉપર રેલાતા પાણીને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સ્થાનિક રહીશો માગ કરી રહ્યાં છે. પાણી માર્ગ ઉપર રેલાવાને કારણે આજુબાજુ પાણી ભરાતા મચ્છરનો ઉપદ્રવ વધવાના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે. ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવા લોકમાગ થઈ રહી છે.
