છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામ પાસે અછાલા ગામમાં દીપડો અચાનક કૂવામાં પડતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. 2 કલાકની સતત મહેનત બાદ દીપડાને બહાર કાઢયો હતો. જ્યારે દીપડો પાંજરે પુરાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. તેજગઢ પાસે અછાલા ગામે સુંદર ગોસલાભાઈના કૂવામાં એક દીપડો પડી જતાં વિસ્તારમાં ભારે દોડધામ અને ભય કેલાયો હતો. જેની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને દીપડાને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. દીપડો કૂવામાં પડયો જે સ્થળ પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. હાલ રેસ્ક્યુ કામગીરી ચાલુ હોવાથી લોકોને સુરક્ષિત અંતર જાળવવા અને ભીડ ન કરવા વનવિભાગ દ્વારા અપીલ કરાઇ હતી. બે કલાક જેવી ભારે મહેનત બાદ દીપડો પાંજરે પુરાતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. છોટાઉદેપુર જંગલ વિસ્તારમાં દીપડા ફરતા હોય આવી ઘટનાઓ સામે આવે છે. જ્યારે પ્રજાએ સુમસામ જંગલ વિસ્તારમાં જવાનું ટાળે અને સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે. છોટાઉદેપુર વિસ્તારમાં વન્ય પ્રાણી વસતી તરફ્ દેખા દેતા પ્રજામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો