બોડેલી ખાતે તા..16 જુલાઈ ને ગુરુવાર ના રોજ નીકળનાર પાંચમી જગન્નાથજીની રથયાત્રા માટેની તળામાર તૈયારીઓ પૂર્ણ કરી આયોજકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

રથયાત્રા ને લઇ ને સમગ્ર નગરમાં એક અનેરા ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે જગતના નાથ શ્રી જગન્નાથ પ્રભુ નગરજનોને દર્શન આપવા માટે બોડેલી ની નગરચર્યાએ નીકળવાના છે ત્યારે નગરના રાજમાર્ગોને લાઈટ ડેકોરેશન થી શણગારવામાં આવ્યા છે.

શ્રી રામ ચોક પાસે ધ્વજ થી શણગારવામાં આવ્યું છે ,આયોજકો દ્વારા રથ ને તૈયાર કરવામાં આવ્યો છે. રાજ માર્ગ પર ઠેર ઠેર ભગવાનનું સ્વાગત અનેક સંસ્થાઓ દ્વારા થનાર છે અને સમગ્ર રથયાત્રાના માર્ગ ઉપર નગરજનો દ્વારા ઠંડા પીણા, પ્રસાદની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા પણ આ સમગ્ર આયોજન શાંતિ પૂર્ણ રીતે પાર પડે એ માટે સહયોગ મળી રહ્યો છે.

રથયાત્રા બપોરે 4 કલાકે ઢોકલીયા ગરબી ચોક થી નીકળશે ભવ્ય રથમાં બેન સુભદ્રાજી, બલદેવજી સાથે શ્રી જગન્નાથ પ્રભુ રથમાં બિરાજમાન થશે. સાથે સાથે શરણાઈના સુર, બેન્ડવાજા, નાસિક ઢોલ ત્રાસા, ડી.જે, બરેલી નું નૃત્ય, ફયર શો,સાથે સાથે વિવિધ ભગવાન ની ઝાંખી સાથે પ્રસ્થાન થશે રામજી મંદિર બોડેલીના રાજમાર્ગો પર ફરી રથયાત્રા, વૈષ્ણવ મંદિર,શ્રી રામ ચોક થી ખોડિયાર મંદિર પહોંચશે જ્યાં સર્વે ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે સમગ્ર આયોજનને ખૂબ જ સુંદર રીતના પાર પાડવા માટે રથયાત્રા સેવા ટ્રસ્ટ ના આયોજકો ખૂબ જ ઉત્સાહપૂર્વક કામે લાગી ગયા છે. તમામ આયોજન ને આખરી ઓપ આપવામાં આવી રહી છે.આ રથયાત્રામાં દરેક સમાજના લોકો પોતાના આગવા પારંપરિક વસ્ત્ર્રો પરિધાન કરી જોડાનારા છે જે રથયાત્રા એક અનેરૂ આકર્ષણ ઊભું કરશે. રથયાત્રા ના સમય દરમ્યાન સર્વ ધર્મપ્રેમી ભક્તો યાત્રા માં જોડાય એવા શુભ આશય થી આ દિવસે સવાર થી પોતાની દુકાનો બંધ રાખવા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો