નસવાડી : નસવાડી પોલીસ સ્ટેશને તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે.CEIR (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર) પોર્ટલની મદદથી ખોવાયેલા અને ગુમ થયેલા કુલ 14 મોબાઇલ ફેન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. પરત અપાયેલા મોબાઇલની કુલ કિં. રૂા.2,47,783 જેટલી થાય છે.
