નસવાડી : નસવાડી તાલુકામાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે અનેક પરિવારોની સ્થિતિ કફેડી બની છે. આ વિકટ પરિસ્થિતિમાં નસવાડી તાલુકા ભાજપ સંગઠન અસરગ્રસ્ત પરિવારોને તેલ, મરચું, મીઠું, ચોખા, દાળ સહિતની આવશ્યક ખાદ્ય સામગ્રી ધરાવતી 200થી વધુ અનાજ કિટનું વિતરણ કરાયું હતું. આ રાહત કાર્યમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોલંકી સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોએ પણ યથાશક્તિ મુજબ ફળો આપ્યો હતો. ભાજપ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે. નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તથા તાલુકા પ્રમુખ વીણુભાઈ ભીલનો સંપર્ક કરી શકે તેવી અપીલ કરાઇ છે. સાથે જ વેપારી સંગઠનો, ઉદ્યોગકારો અને સેવાભાવી દાતાઓને પણ આગળ આવીને અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થવા માટે સોશિયલ મીડિયામાં અપીલ કરાઇ છે.
