છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદીમાં નવા નીર આવતા પ્રજામાં આનંદની લાગણી ઉપરવાસ મધ્યપ્રદેશમાં પડેલો વરસાદને કારણે ઓરસંગ નદીમાં નવા નીર આવતા પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે જ્યારે પાણીની સમસ્યા નો પણ ઉકેલ આવ્યો છે વર્ષમાં પ્રથમ વખત આવેલ પાણી નિહાળવા લોકટોળા ઊમટી પડયાં હતા. ઓરસંગ કાંઠે સર્જાયા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા. મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળતી ઓરસંગ છોટાઉદેપુર જિલ્લા સહિત ગ્રામીણ વિસ્તારોમાં એક જીવાદોરી સમાન ગણવામાં આવે છે. આ નદીમાં આજરોજ વર્ષમાં પહેલી વખત નવા નીર આવતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે. નગરની 35,000ની વસતીને પાણી પુરૂ પડતી ઓરસંગ નદીમાં હાલ ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે. જ્યારે આ પાણી પ્રથમ વખત આવતા ચેકડેમ પાસે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ચેકડેમ પાસે ઘૂઘવાતો પાણીનો પ્રવાહ અને નદીમાં ખડખડ વહેતા અવાજનો સૌએ ભારે આનંદ લીધો હતો.
