છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામેથી એસઓજીની ટીમે બાતમીને આધારે રહેણાંક મકાનમાંથી ગેરકાયદે દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડી હથિયારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
છોટાઉદેપુર એસઓજી પીએસઆઇ એમ એચ જાદવની સૂચનાથી સ્ટાફ્ના માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી. જેને આધારે તપાસ કરતા ઉદેસીંગ શંકર રાઠવા (રહે. રોડધા પાડલવા ફ્ળિયા, તા કવાંટ જી છોટાઉદેપુર) તેના રહેણાંક મકાનમાં રેઇડ કરતા પોલીસને દેશી હાથ બનાવટનો તમંચો મળ્યો હતો. જેની કિં. રૂા.5000 ગણી તપાસ અર્થે તેને કબજે કરાયો હતો. ઈસમ વિરુદ્ધ ધી આર્મ એક્ટ મુજબ પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.










