છોટાઉદેપુર જિલ્લાના સિહોદ ખાતે ભારજ નદી પરનું ડાયવર્ઝન પહેલા વરસાદમાં આંશિક ધોવાઈ જતા ભારદારી વાહનોની અવરજવર હાલ પૂરતી બંધ કરાઇ છે.
જિલ્લાની જીવાદોરી સમાન ને. હા. 56 ઉપર ત્રણ વર્ષ પહેલા સિહોદ પાસે ભારજ નદી પરનો પુલ તૂટી જતા જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. પરંતુ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે 3-3 વખત ડાયવર્ઝન બનાવતા જનતાએ રાહતનો દમ લીધો હતો. ગત મોડી રાત્રે આ ડાયવર્ઝન આંશિક રીતે ધોવાઈ જતા ભારદારી વાહનોની અવરજવર બંધ કરી દેવાઇ છે. જેને લઈને ભારદારી વાહનોને તંત્રના પાપે 40 કિ.મીનો ફેરો ફરવાનો વારો આવ્યો છે.










