જબુગામ : બોડેલી ખાતે સફયર પબ્લિ3 સ્કૂલમાં 13માં ઈન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. જેમાં પ્રાયમરી સેકશનમાં અભ્યાસ કરતી પ્રગ્યા રણાએ સ્ટેટ લેવલ 3માં સ્ટેટ ટોપર સ્કોર કરવા બદલ એકસેલેન્ટ એવોર્ડ સાથે સ્કોલરશીપ, ચેક, પ્રમાણપત્ર અને એવોર્ડ એનાયત કરાયા હતા. શાળાના ટ્રસ્ટી રાહુલ ઈસરાની શાળાના હેડ મિનિસ્ટ્રેસ સ્મિતા સેન બોડેલી કોર્ટના જજ ધાસુરા સાહેબના હસ્તે પ્રગ્યા રણાને પુરસ્કાર આપી સન્માનિત કરાઇ હતી. સ્ટેટ ટોપર સ્કોર કરવા બદલ શાળા પરીવાર સાથે છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પ્રગ્યા રણાને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.
