નસવાડી : નસવાડી તાલુકાના રતનપુરા (ન)ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિર યોજાઇ હતી. જેમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી,ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સ્થળ પર જ અરજીઓ સ્વીકારી લાભ મળે તે માટે મંજૂરીના હુકમો અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડ, સામાજિક સુરક્ષા યોજનાઓ, આરોગ્ય સહાય, કૃષિ સહાય, પેન્શન યોજના સહિત વિવિધ વિભાગોની સેવાઓ અંગે માહિતી અપાઇ હતી. વિવિધ ગામોના ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યાં હતા.

Surat : નાસિર નગર ડિમોલિશનમાં મોટો વળાંક, કમિશનરને સોંપાયેલા 40 પાનાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો









