સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, નસવાડી હસ્તકના વિવિધ વિકાસલક્ષી માર્ગ, માઈનર બ્રિજ, સ્લેબ ડ્રેન તથા મેજર બ્રિજના કામોની સ્થળ મુલાકાત લેવાઇ હતી. જેમાં વિવિધ કામોની પ્રગતિ તથા કામગીરીની ગુણવત્તાની સમીક્ષા કરી હતી.
જેમાં ધારાસભ્યે રાજપુરા એપ્રોચ રોડ પર હાથ ધરેલ માઈનર બ્રિજના કામની સ્થળ મુલાકાત લઈ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. સરીપાણી-રાનેડા રોડ પર નિર્માણાધીન 9 મીટરના 6 ગાળાના સ્લેબ ડ્રેન તેમજ 9 મીટરના 5 ગાળાના સ્લેબ ડ્રેનના કામોની સ્થળ પર સમીક્ષા કરી. મોધલા એપ્રોચ રોડ પર નિર્માણાધીન 9 મીટરના 6 ગાળાના સ્લેબ ડ્રેનની કામગીરી અને તેની પ્રગતિની સમીક્ષા કરી હતી.
