નસવાડીઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વંદનીય માતા ભગવતી દેવી શર્માના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે નસવાડી સ્થિત ગાયત્રી શક્તિ પીઠ ખાતે વિશેષ મૌન સાધના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ દિવ્ય સાધનામાં 24 ભાઈઓ અને 24 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મૌન, ધ્યાન અને આત્મચિંતન દ્વારા આધ્યાત્મિક ઉન્નતિનો સંકલ્પ કર્યો. સાધના દરમિયાન વિશ્વશાંતિ, માનવકલ્યાણ અને સદ્વિચારના પ્રસાર માટે પ્રાર્થના કરવામાં આવી. ગાયત્રી શક્તિ પીઠના કાર્યકરોએ જણાવ્યું હતું કે, દર અમાસના દિવસે આ મૌન સાધનાનું નિયમિત આયોજન કરવામાં આવશે, જેથી વધુમાં વધુ સાધકોઆ આધ્યાત્મિક અભિયાન સાથે જોડાઈ આત્મવિકાસ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે.
