નસવાડી : BackToSchool અભિયાન અંતર્ગત નસવાડી સ્થિત એસ.બી. સોલંકી વિદ્યામંદિર ખાતે ધો.6થી 12ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ યોજાયો હતો.


જેનો હેતુ નવા પ્રવેશ મેળવનાર તેમજ અભ્યાસ છોડીને બહાર રહેલા વિદ્યાર્થીઓને ફરી થી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બી. એમ. પટેલ, રીજનલ કમિશનર ઓફ્ મ્યુનિસિપાલિટી, ગાંધીનગરનું શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ દ્વારા અને ભાવિક બરજોડ, ચીફ્ ઓફ્સિર, છોટાઉદેપુરનું શાળાના સુપરવાઇઝર પી. એ. જોશી દ્વારા સન્માન કરાયું હતું. ઉપરાંત અર્જુન ડીંડોર, CRC પાલા ગ્રુપનું શાળાના શિક્ષક એસ. ડી. રાઠોડ દ્વારા પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળામાં પ્રવેશ અપાવી શાળાકિટ, પાઠયપુસ્તકો તથા અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું. નવા વિદ્યાર્થીને શૈક્ષણિક કિટ અને સન્માનપત્રો એનાયત કરાયા હતા. રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: