નસવાડી : નસવાડી ખાતે તબ્રરેજ ગ્રૂપ દ્વારા છોટાઉદેપુર જિલ્લા કુરેશી જમાત તથા ઓલ ઇન્ડિયા જમીયતુલ કુરેશ, ગુજરાત પ્રદેશના સહયોગથી તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનો, વાલીઓ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા હતા. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ઝહીર કુરેશી અને ઈકબાલ બેલીમે જણાવ્યું હતું કે, શિક્ષણ જ વ્યક્તિ અને સમાજના વિકાસનો મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: