નસવાડી : નસવાડીની ભીલ ચંદાબેન ચુનીલાલ સાયન્સ સ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું હતું. વૃક્ષોના સંવર્ધન, પર્યાવરણના જતન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. આચાર્યે વૃક્ષોના મહત્વ વિશે જણાવ્યું હતું કે, વૃક્ષો માનવજીવન માટે અમૂલ્ય સંપત્તિ છે. અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી. ઉપસ્થિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયાસો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: