કવાંટ તાલુકામાં આવેલા અંતરિયાળ ગામો જેવા કે નાખલ, મોગરા અને કરવી વગેરે વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી BSNL મોબાઈલ નેટવર્ક કથળતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે આજે નાખલ અને મોગરા ગામના સરપંચો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું.


ગ્રામજનોએ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સરકારી કંપની હોવાના વિશ્વાસે મોટાભાગના લોકોએ અન્ય ખાનગી કંપનીઓ (વોડાફેન, જીઓ વગેરે)ના સિમકાર્ડ બંધ કરાવીને BSNLનું કનેક્શન મેળવ્યું હતું. પરંતુ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે છેલ્લા ઘણાદિવસોથી અહીં નેટવર્ક સાવ ઠપ છે. માંડ 10 દિવસમાંથી 2 દિવસ નેટવર્ક ચાલુ રહે છે. બાકી બંધ રહે છે. જે અંગે વારંવાર સ્થાનિક સ્તરે અને BSNLના કર્મચારીઓને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. તેમજ કોઈ જવાબદાર કર્મચારી ફેન પણ રિસીવ કરતા નથી.

ચોમાસામાં જંગલ વિસ્તારમાં સાપ-વીંછી કરડવાના બનાવો, સગર્ભા મહિલાઓની ડિલિવરી કે અન્ય કોઈ પણ અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં 108 કે કોઈ અન્ય ઈમરજન્સી સેવાનો સંપર્ક કરવો અશક્ય બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: