પાવીજેતપુર તાલુકામાં એક જ દિવસમાં બે અલગ ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવાનના કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
પ્રથમ અકસ્માત તાલુકાના કુકણા ગામે રણાફ્ળિયા પ્રમુખ સ્ટોકની નજીક સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેક્ટર અને રેતી ભરેલી હાઈવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. જેમાં ટ્રેક્ટર ચાલક ઘનશ્યામ ભરત રાઠવા (ઉં.30, રહે. સુસ્કાલ)નું મોત થયું હતું. સ્થાનિકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.










