બોડેલી તાલુકાના જબુગામ ખાતે વનવિભાગની નર્સરી વિસ્તારમાં એક સાથે ત્રણ જેટલા દીપડાના બચ્ચાં જોવા મળતા ગ્રામજનોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. જે અંગેનો વિડિયો સોશીયલ મિડીયામા વાઇરલ થયો હતો.


ગતરોજ જબુગામના વન વિભાગની નર્સરી વિસ્તારમાં એક સાથે ત્રણ જેટલા દીપડાના બચ્ચાં જાહેર વિસ્તારમાં જોવા મળી આવતા સમગ્ર પંથકમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. જબુગામના પેટાપરા બરજોરપુરાનો યુવાન મધ્ય રાત્રિએ પોતાની પીક અપ ગાડી લઈને ઘરે આવી રહ્યો હતો. ત્યારે જબુગામ નર્સરી નજીકના ખેતરમાં દીપડાના બચ્ચાં આંટાફેરા મારી રહ્યાં હતા. જેને જોઈને યુવાન હેબતાયો હતો. જોકે હિંમત કરી યુવાને દીપડાના બચ્ચાંનો પોતાની ગાડીમાંથી મોબાઈલના કેમેરામા કેદ કરી વીડિયો ઉતારી ગ્રામજનોને જાણ કરી હતી. જોકે બીજા દિવસે પણ સાંજના સુમારે દીપડાના બચ્ચાં સ્થાનિક લોકોને જોવા મળતા તકેદારીના ભાગરૂપે દુર ઉભા રહીને પોતાના મોબાઈલમાં બચ્ચાંના દ્રશ્યો કેદ કરી લીધા હતા. સ્થાનિક લોકો દ્વારા આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતા. જેને પગલે આસપાસના વિસ્તારોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોમાં ચાલતી ચર્ચા મુજબ દીપડાના બચ્ચાં ખુલ્લામાં આંટાફેરા મારતાં હોય જેથી બચ્ચાંઓની માતા દીપડી પણ શિકારની શોધમાં આજ વિસ્તારમાં ક્યાંક છુપાઈને બેઠી હોય શકે. જેથી રાત્રીના ખેડૂતો અને સ્થાનિકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવીને દીપડી અને તેના બચ્ચાને પકડવા માટે ખાસ પાંજરું મુકી તેમાં જીવંત બકરું પણ મુકાયું છે. વન વિભાગની કામગીરી બાદ લોકોને રાહત થઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: