નસવાડી : નસવાડીના પ્રતિભાશાળી વિદ્યાર્થી ડું ભીલ રોહન વાનીયાએ તીરંદાજીમાં શાનદાર સિદ્ધિ મેળવી સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે.

નસવાડી સ્થિત એસ. બી. સોલંકી વિદ્યામંદિરમાં ધો.12માં અભ્યાસ કરતા ડું.ભીલ રોહન વાનીયાભાઈએ નડીયાદ ખાતે યોજાયેલી ગુજરાત રાજ્ય કક્ષાની સિનિયર કેટેગરી આર્ચરી (તીરંદાજી) ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. રાજ્યના શ્રોષ્ઠ સિનિયર ધનુર્ધરો વચ્ચેની કઠિન સ્પર્ધામાં રોહન સચોટ નિશાનબાજીના બળે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. હવે તે આગામી 11 નવેમ્બરથી 18 નવેમ્બર, 2026 દરમિયાન શિલોંગ, મેઘાલય ખાતે રાષ્ટ્રીય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના આચાર્ય અશોકભાઈ, રમત-ગમત કોચ વાનીયાભાઈ તથા ટ્રેનિંગ કોચ વિજય વસાવાએ રોહનભાઈને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.