વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ વૃક્ષારોપણ તથા સફાઈ કરીને પર્યાવરણ દિવસ ઉજવ્યો.


બોડેલી : વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને ગ્લોબલવોર્મિંગ, પ્રદૂષણ તેમજ પર્યાવરણને થતા નુકસાન સામે રક્ષણ મેળવવા માટે સકારાત્મક પગલાં લેવાનો છે. 5-જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોડેલી એસ.ટી ડેપો ખાતે નવજીવન સ્કૂલના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ અને સાફ્ સફઈનો કાર્યક્રમ બોડેલી એસ.ટી ડેપો ખાતે યોજાયો હતો. જેમા ખૂબ મોટી સંખ્યામાં બોડેલી નવજીવન સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ બોડેલી એસ.ટી ડેપોના મેનેજર કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ તેમજ સાફ્ સફઈ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: