નસવાડી : નસવાડીની એકલવ્ય તિરંદાજી એકેડેમીના રાષ્ટ્રીય વિજેતા તિરંદાજ તેજલબેન ભીલ દિનેશભાઈ અને કમલેશભાઈ વસાવા સંજયભાઈને રાજ્યકક્ષાના પ્રતિષ્ઠિત જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરાયા છે. ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં બંને ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સિદ્ધિ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરાયા હતા. બંને ખેલાડીઓને રૂા. 50 હજારની રોકડ પુરસ્કાર રકમ ઉપરાંત સ્મૃતિચિહન અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો