છોટાઉદેપુર સહિત મધ્યપ્રદેશ અને ગુજરાત તથા મહારાષ્ટ્રને જોડતા ને.હા. નં. ૫૬ ઉપર મોટા તોતિંગ વૃક્ષ આવેલા છે. આ વૃક્ષોની ડાળીઓ ઘણી જગ્યાએ નમી પડી છે પરંતુ કોઈ મોટા વાહનોને અથડાય કે અકસ્માત સર્જાય તેવી સંભાવના છે. આ નમી પડેલી ડાળીઓ દૂર કરવા પ્રબળ લોકમાંગ ઉઠી છે. પરંતુ તંત્રના ધ્યાને આ બાબત ક્યારે આવશે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
છોટાઉદેપુર સહિત ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો ને. હા. નં. ૫૬ ઉપર રોજબરોજ અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય છે. ત્યારે હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોય ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદ થવાનો હોય તેવા સમયે પ્રી-મોન્સુન કામગીરી હજુ સુધી ઘણી જગ્યાએ કરાઇ નથી. જેનો પુરાવો મુખ્ય માર્ગો સાબિત કરી રહ્યા છે કે હજુ આ વૃક્ષોની નમી પડેલી ડાળીઓ દૂર કરાઇ નથી. શું કોઈ અકસ્માત થયા પછી પગલાં ભરાશે કે કેમ ? તેવા સવાલો ચાલુ રસ્તે ઉઠી રહ્યાં છે.










