નસવાડી : આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી, વીર યોદ્ધા અને જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી છોટાઉદેપુર મુકામે કરાઇ હતી. જે પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તથા નસવાડીના વતની લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ સોલંકી બાપુએ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આદિવાસી સમાજના શૌર્ય, સંઘર્ષ, સ્વાભિમાન, સંસ્કૃતિ અને અસ્મિતાને યાદ કરવાનો ઐતિહાસિક અવસર છે. ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના હક, અધિકાર અને સ્વાભિમાન માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેમના વિચારો અને સંઘર્ષની ગાથા આજે પણ સમગ્ર આદિવાસી સમાજ માટે પ્રેરણારૂપ છે. આવા ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં નસવાડીના વતની અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ સોલંકી બાપુની વિશેષ ઉપસ્થિતિએ નસવાડી તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
