છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ખાતે મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો સ્થાનિકોએ પર્દાફાશ કરીને ખાણ-ખનીજ વિભાગને સ્થળ પર બોલાવ્યો હતો. આ કાર્યવાહીમાં રેતી ભરેલા ચાર ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પાવીજેતપુરમાં ગેરકાયદેસર રેતી ખનન
સ્થાનિકોના જણાવ્યા મુજબ, એક તરફ જ્યાં હાથ મજૂરી કરીને ટ્રેક્ટરમાં રેતી ભરતા સ્થાનિકોને હેરાન કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ હદબાણની બહાર હિટાચી મશીન દ્વારા મોટા પાયે ગેરકાયદેસર રેતીની ચોરી થઈ રહી હતી. સ્થાનિકોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભાંડો ફોડ્યો અને હોબાળો મચાવ્યો હતો.સ્થાનિકોએ તાત્કાલિક ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવ્યા હતા, જેના પગલે ગેરકાયદેસર રેતી ભરેલા ચાર જેટલા ટ્રકોને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યા હતા.










