છોટાઉદેપુરના બોડેલી નગરમાં આજે નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની સખત કામગીરી હાથ ધરવામાં આવતા દાયકાઓથી રોજીરોટી કમાતા કેબિન ધારકોની હાલત કફોડી બની છે. મુખ્ય માર્ગ પરના નડતરરૂપ દબાણો પર નગરપાલિકાનું બુલડોઝર ફર્યું હતું, જેના કારણે રોજીરોટી છીનવાતા કેબિન માલિકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
છોટાઉદેપુરના બોડેલીમાં દબાણો દૂર કરાયા
બોડેલી નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ પર આવેલા છ (6) કેબિનોને તોડી પાડવામાં આવ્યા હતા. આ કેબિન માલિકો આ જગ્યા પર લગભગ સાઈઠ વર્ષથી પોતાનો ધંધો કરતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, સરકારે વર્ષો પહેલાં આ લોકોને ધંધો કરવા માટે જગ્યા ફાળવી હતી, પરંતુ હાલમાં નગરપાલિકા દ્વારા આ દબાણોને નડતરરૂપ ગણીને દૂર કરવામાં આવ્યા છે.










