છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાથી દર્દીઓ બેહાલઃ દૂર-દૂરથી આવતા ગરીબ દર્દીઓને કલાકો સુધી હાલાકી, જવાબદાર કોણ? જ્યારે ડોક્ટર સમયે સર આવતા નથી તેવી ફરિયાદો પ્રજા કરી રહી છે.
અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાંથી એક ચિંતાજનક અને રોષ પેદા કરતા સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર હાજર ન રહેતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. દૂર-દૂરના ગામડાઓમાંથી આશા સાથે ઈલાજ કરાવવા આવતા ગરીબ અને આદિવાસી દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.
તબીબોની ગેરહાજરીને કારણે સારવાર વિના જ પાછા ફરવાનો વારો આવે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, આરોગ્ય તંત્રની આ ઘોર બેદરકારી માટે આખરે જવાબદાર કોણ ? જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં દરરોજ ગામે-ગામથી સેંકડો દર્દીઓ પોતાની બીમારીનો ઈલાજ કરાવવા આવે છે. પરંતુ અહીં આવ્યા પછી તેમને ઈલાજ પહેલાં તો માત્ર અને માત્ર રાહ જોવી પડે છે. જ્યારે ડોક્ટર વહેલા આવતા નથી. સ્થાનિક દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓનો આક્ષેપ છે કે, હોસ્પિટલમાં ડોક્ટરો નિયત સમયે કેબિનમાં હાજર રહેતા નથી. સવારથી લાઈનમાં ઊભેલા દર્દીઓને કલાકો સુધી તબીબોની વાટ જોવી પડે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો