સુરેન્દ્રનગર : ચોટીલાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કોલેજના સમાજ શાસ્ત્ર વિભાગ દ્વારા જિલ્લા ઉદ્યોગ ભવન તથા કમીશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ગાંધીનગરના સયુકત ઉપક્રમે કુટીર ઉદ્યોગ અને હસ્ત ઉદ્યોગ : આપણી પોતાની કળા વિષય પર એકદિવસીય પરીસંવાદનું આયોજન કરાયુ હતુ. જેમાં નીષ્ણાતો દ્વારા કુટીર ઉદ્યોગનું આર્થીક અને સામાજીક મહત્વ, વીવીધ સરકારી સહાય યોજનાઓ, સ્વરોજગારીની તકો, સ્થાનીક ઉત્પાદનોના માર્કેટીંગ અને પરંપરાગત કામગીરીના સંવર્ધન વિશે માહીતી અપાઈ હતી. આ પરીસંવાદમાં કોલેજની છાત્રાઓ ઉપરાંત આસપાસની ગામની બહેનો પણ સહભાગી બની હતી.
