ચોટીલા : ચોટીલા બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ભરતકુમાર ધીરજલાલ સંઘવીની અનાજની દુકાન આવેલી છે. જેમાં છુટક મજુરી કામ કરવા માટે પાંચવડાનો દીપકભાઈ ભનુભાઇ મકવાણા ઉ.વષૅ 28 આવતો હતો. જે શનિવારે સવારના અરસામાં લિફ્ટ ચાલુ કરીને ગોડાઉનના ઉપર આવેલા વોશરૂમમાં જતો હતો. તે દરમિયાન લિફ્ટમાંથી તેનું માથુ બીમમાં અથડાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સદર બનાવની જાણ થતાં ચોટીલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા દુકાન પાસે એકત્ર થયા હતા. બનાવ અંગે પોલીસે એફએસએલ ટીમની મદદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
