ચોટીલા તાલુકાના ભોજપરા ગ્રામ પંચાયતનું કામ છેલ્લા ચાર વર્ષથી અટકાયા બાદ પુર્ણતાના આરે છે પરંતુ બીલ નહી ચુકવાતા હોવાના કારણે કામ પુર્ણ નહી થઇ શકતુ હોઇ યોગ્ય કાર્યવાહીની સરપંચની માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા શશકિતકરણની વાતો વચ્ચે ચોટીલાના ભોજપરા ગામના મહિલા સરપંચ નવી ગ્રામ પંચાયતના બાંધકામના કામ માટે છેલ્લા ચાર વર્ષથી ધકકા ખાતા હોવા છતાય હજી કામ અધુરૂ રહી જાય એવુ લાગે છે.ચાર વર્ષથી સરકારી ચુકવણાના કારણે કામ અટકયુ છે ટી.ડી.ઓ.સહિતના અધિકારીઓ જલ્દી બાંધકામ પુર્ણ કરવા દબાણ કરે છે.12 લાખ રૂપીયાના કામ સામે માત્ર સાડા ત્રણ લાખ જેટલી જ રકમ મળી છે એમ છતાય ગામના મહિલા સરપંચ શીતલબેન જયદેવભાઇએ આમ તેમ બાકી રાખી કામ પુર્ણતાના આરે લાવી દીધુ છે.પરંતુ હજી સુધી બાકીની રકમ ચુકવાતી નથી.જેના કારણે સરપંચ અને ગ્રામજનોને ભારે મુસ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.આ બાબતે સરપંચએ જણાવ્યુ હતુ કે 4 વર્ષ થયા પંચાયતનું કામ શરૂ કર્યુ એને પરંતુ અધિકારીઓની અણઆવડતના કારણે પેમેન્ટ નહી આવતુ હોવાથી છેલ્લા તબક્કે આવેલુ કામ હજી પુરૂ નહી થઇ શકતુ હોવાથી તાત્કાલીક બાકીની રકમ ચુકવાય એવી અમારી માંગ છે.










