સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર ખાતે આગામી 30 ડિસેમ્બરે સવારે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં પ્રથમ 1 થી 25 ક્રમે વિજેતા થનાર ભાઈ-બહેનોને રોકડ ઈનામ અને શીલ્ડ એનાયત કરવામાં આવશે. 253 યુવક અને 118 યુવતી મળી 371 સ્પર્ધકોને આ સ્પર્ધામાં એન્ટ્રી મળી છે.


રાજય સરકાર દ્વારા અગાઉ માત્ર જુનાગઢ ડુંગર ખાતે જ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાતી હતી. ત્યારબાદ વર્ષ 2019માં જુનાગઢ ઉપરાંત પંચમહાલના પાવાગઢ, સાબરકાંઠાના ઈડર, રાજકોટના ઓસમ અને ચોટીલા ખાતે આ સ્પર્ધાની શરૂઆત કરાઈ હતી. ત્યારે ચોટીલા ખાતે આગામી તા. 30 ડિસેમ્બરને મંગળવારે સવારે છઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. સ્પર્ધા માટે 14 થી 18 વર્ષના 253 યુવક અને 118 યુવતી મળી કુલ 371 સ્પર્ધકોને એન્ટ્રી અપાઈ છે. અત્યાર સુધીમાં આ સ્પર્ધામાં 1 થી 10 સુધીના ભાઈ-બહેનોના વિજેતાને રોકડ ઈનામ અપાતા હતા. જેમાં ફેરફાર કરીને આ વર્ષથી આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોમાં 1 થી 25 નંબર મેળવનારને રોકડ ઈનામ અને શીલ્ડ એનાયત કરવામાં આવશે. જેના લીધે ઈનામી રકમ પણ વધી જશે. આ ઉપરાંત આ સ્પર્ધામાં ભાઈઓ-બહેનોમાં વિજેતા થનાર પ્રથમ 10 વિજેતાઓને આગામી સમયમાં જુનાગઢ ખાતે યોજાનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ડાયરેકટ એન્ટ્રી મળનાર છે. આ અંગે જિલ્લા યુવા વિકાસ અધીકારી ભરતસીંહ ગોહિલે જણાવ્યુ કે, સ્પર્ધકોને રહેવા તથા જમવાની નિઃશૂલ્ક વ્યવસ્થા કરાઈ છે. તા. 30ના રોજ સવારે 7-00 કલાકે મહાનુભવો દ્વારા ફલેગ માર્ચ કરીને સ્પર્ધાની શરૂઆત કરાવવામાં આવશે. સ્પર્ધામાં વ્યવસ્થાપક તરીકે વ્યાયામ શિક્ષકોના હુકમો કરાયા છે. જયારે સ્પર્ધકોને તા. 29મી ડિસેમ્બરના રોજ સાંજે 4 કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: