યાત્રાધામ ચોટીલા ખાતે આણંદપુર રોડ ચોકડીથી ચાણપા ઓવરબ્રિજ સુધીની કામગીરી ગોકુળગતિએ ચાલતી હોય જેને લઈને વારંવાર અકસ્માતો અને ટ્રાફ્કિજામના દ્રશ્યો સર્જાય છે. હાઇવે પરના ડાયવર્ઝનને લઈને સૌથી વધારે અકસ્માતો સર્જાય છે. ત્યારે તા. 22મીએ સાંજના સુમારે ધનાભાઈ રવજીભાઈ ચાવડા(ઉં. વ. 79) પોતાનું બાઈક લઈને ચોટીલાથી ચાણપા ગામે વાડીએ જતા હતા. તે દરમિયાન તેમના બાઇકને પાછળથી અજાણ્યો વાહન ચાલક તેમને ટક્કર મારીને નાસી છુટયો હતો. એથી બાઈક ચાલક ધનાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









