ચોટીલા શહેરમાં જમીન બાબતે જૂના મનદુઃખને લઈને પાલિકાના પૂર્વ સદસ્ય ઉપર ફઈના દિકરાએ ફાયરિંગ કર્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ચોટીલા નેશનલ હાઈવે પર અજમેરા પેટ્રોલ પંપ સામે આવેલી ઓફ્સિમાં બેઠેલા કિરીટભાઈ જોરૂભાઈ ખાચર પર પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યાનો આરોપ તેમના ફ્ઈના પુત્ર નીમભાઈ ભીખુભાઈ ખવડ સામે લગાવવામાં આવ્યો છે. આ બનાવમાં ઓફ્સિના દરવાજા અને દિવાલ પાસે ગોળી અથડાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, કુંદણી ગામની જમીન તેમના માતા-પિતા દ્વારા વર્ષો અગાઉ વેચી દેવામાં આવી હોવા છતાં, આ જમીન કિરીટભાઈએ વેચાવી દીધી હોવાની ખોટી શંકા રાખી નીમભાઈ ખવડ તેમની સાથે મનદુઃખ રાખતા હતા. આ બાબતે અગાઉ ફોન પર બોલાચાલી કરી ધમકી આપ્યાની હકીકત વર્ણવી છે. તા. 21 નવેમ્બરની રાત્રે અજમેરા પેટ્રોલ પંપ સામે આવેલી ઓફ્સિે આવી કિરીટભાઈ સાથે ઝઘડો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે સમયે 112 પર ફોન કરતાં આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ત્યારબાદ તા. 22 નવેમ્બરના રોજ રાત્રે આશરે 12:15 વાગ્યે કિરીટભાઈ તથા તેમના મિત્રો હિતેન્દ્રસિંહ ઝાલા, નિરવભાઈ રાઠોડ અને અલ્કેશભાઈ મિસ્ત્ર્રી ઓફ્સિમાં બેઠા હતા. તે સમયે નીમભાઈ ખવડ મોટરસાયકલ લઈને ઓફ્સિ પાસે આવ્યા અને કિરીટભાઈને બહાર આવવા કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણાવાયું છે.

ફરિયાદ મુજબ, આરોપી પાસે પિસ્તોલ જેવું હથિયાર હતું અને ઓફ્સિમાં બેઠેલા કિરીટભાઈ તરફ્ ફાયરિંગ કરતાં ગોળી ઓફ્સિના દરવાજા સાથે અથડાઈ દિવાલ તરફ્ ગઈ હતી. ત્યારબાદ ઓફ્સિમાં પ્રવેશીને ફરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતાં ત્યાં હાજર હિતેન્દ્રસિંહ ઝાલાએ આરોપીને પકડી બહાર કાઢી સમજાવતા આરોપી જતા જતા ફરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો