સુરેન્દ્રનગર : ચોટીલાના દેવપરા ગામે રહેતા સુરેશભાઈ રાયધનભાઈ સાકળીયા ખેતી કરે છે. તાજેતરમાં સાંજે તેઓ કાર લઈને ગામના તુલસીદાસ અને વનરાજભાઈ બાવળીયા સાથે કમળાપુર ગાંઠીયા ખાવા જતા હતા. જેમાં ગોલીડાના બસ સ્ટેશન પાસે તેઓ કારમાં હવા પુરાવતા હતા. આ સમયે બાઈક લઈને વનરાજ તળશીભાઈ શીશા અને તેનો પુત્ર અશ્વીન શીશા આવ્યા હતા. અને સુરેશભાઈને અપશબ્દો કહી ભીમ અગીયારસે અમારા ભત્રીજા સંજય સાથે કેમ માથાકુટ કરી તેમ કહી પાઈપ વડે માર માર્યો હતો. જયારે વચ્ચે પડેલા તુલસીદાસ અને વનરાજભાઈને પણ માર માર્યો હતો. જેમાં તેઓને દવાખાને લઈ જવાયા હતા. જેમાં સુરેશભાઈ ગભરાઈ જતા ફરિયાદ કરી ન હતી. પરંતુ વનરાજ શીશાએ પોલીસ ફરિયાદ કરતા અને સુરેશભાઈ તેમાં પોલીસ મથકે હાજર થતા આ ફરીયાદ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો