ચોટીલાની આણંદપુર ચોકડી પર આવેલ ક્રિષ્ના ઓટો પાટૅસની દુકાનમાં બુધવારે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવ અંગે દુકાનદાર મુકેશભાઈ ખાંભલા દ્વારા પાલિકા ફાયરબ્રિગેડમાં જાણ કરાઈ હતી. એથી ફાયરફાઈટર સાથે ધસી આવીને લાશ્કરોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવમાં કોઈ જાનહાનિ થઈ હતી. પરંતુ દુકાનમાં માલસામાન બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. શોર્ટસર્કિટથી દુકાનમાં આગ ભભૂકી ઉઠી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: